હોંગકોંગના એક દુબળો પાતળો છોકરો જેની ઉંમર માત્ર 23 વર્ષ છે પરંતુ તેના આંદોલને દુનિયાના બાહુબલી દેશ ચીનની તાકાતને પડકાર ફેંક્યો છે. આ છોકરાનું નામ છે જોશુઆ વોન્ગ. નોંધનીય છે કે, હોંગકોંગ પ્રશાસન એક બિલ લઇને આવ્યું છે. જેના દ્વારા પ્રદર્શનકારીઓને ચીન લાવીને કેસ ચલાવવાની વાત કરવામાં આવે છે. આ વાતને લઇને વોન્ગ પોતાના સમર્થકોની સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે.
નોંધનીય છે કે, હોંગકોંગના રસ્તાઓ પર લાખો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હોંગકોંગ એરપોર્ટની ફ્લાઇટો પણ રદ્દ કરવામાં આવી છે. સોમવારે આ વિરોધ કરતા લોકોએ હોંગકોંગના એરપોર્ટ પર કબજો જમાવ્યો હતો. આ કારણે ફ્લાઇટ કેન્સલ કરવાનો વારો સ્થાનિક તંત્રએ કર્યો હતો. આ સાથે જ ભારતીય એરલાઇન્સ એર ઇન્ડિયાએ પણ પોતાની તમામ ફ્લાઇટ રદ્દ કરી હતી.
ચીનના નાકમાં દમ કરી દીધો
યુવા પ્રદર્શનકારીઓની ફોજે મહાશક્તિશાળી ચીનના નાકમાં દમ કરી નાંખ્યો છે. મજાની વાત એ છે કે, આ પ્રદર્શનકારીઓના નેતા 23 વર્ષીય જોશુઆ વોન્ગ ચી-ફંગ છે. એટલું જ નહીં તેની પાર્ટી ડોમેસિસ્ટોના તમામ નેતાઓની ઉંમર 20-25 વર્ષની આસપાસ છે.
શું માંગ છે વિરોધ કરતા લોકોની
હોંગકોંગમાં પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે ચીન સાથે પ્રત્યર્પણ બિલને પરત લેવામાં આવે, આ સાથે સરકારના પ્રમુખ મુખ્ય કાર્યકારી કેરી લેમ પોતાના પદ પરથી રાજીનામું આપે. નવો કાયદો ફેબ્રુઆરીમાં પસાર કરવામાં આવ્યો હતો અને તેના પર જૂલાઇમાં મતદાનની આશા છે.
સંસદ ભવનમાં ઘૂસીને કર્યો હતો વિરોધ
હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર થઇ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. સોમવારે સાંજે પ્રદર્શનકારીઓએ બધી સુરક્ષા વ્યવસ્થા તોડી સંસદ ભવન પર કબજો કરી લીધો. જો કે આ દરમિયાન પોલીસે માત્ર ચેતવણી આપતી જોવા મળી પરંતુ કોઇ પણ પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી નહીં.
હોંગકોંગના ચીન સમર્થક નેતા એક વિધેયક પર ભાર આપી રહ્યાં છે જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે ચાઇના પ્રત્યાર્પિત કરવાનું પ્રાવધાન છે. આ વિધેયક વિરુધ્ધ મોટી સંખ્યામાં લોકો રોડથી સંસદ સુધી ઉતરી આવ્યાં છે.