એક ચર્ચ સાથે જોડાયેલા યૂથ ગ્રૃપ લીડરે કથીત રીતે ઓછામાં ઓછી 240 મહિલાઓને સેક્સ સ્લેવ બનાવીને રાખી હતી. આરોપીએ કેટલીંય મહિલાઓ સાથે અજાણ્યાં અને જાનવરો સાથે સંબંધ બનાવવા માટે પણ મજબુર કરી હતી. આ ઘટના ઉત્તરી પૂર્વી બ્રાજીલનો છે. પોલીસે રોની સ્કેલ્બ નામના આરોપીને એરેસ્ટ કરી લીધો છે. આ ઘટના ઉત્તરી પૂર્વી બ્રાજીલનો છે. પોલીસે રોની સ્કેલ્બ નામના આરોપીને એરેસ્ટ કરી લીધો છે.

એક રિપોર્ટ પ્રમાણે રોની સેલ્સ રિપ્રજેન્ટેટિવ તરીકે કામ કરતો હતો, સાથે મૂરીએ નામના ચર્ચમાં વોલંટિયરના રૂપે જોડાયેલો હતો. મિનેસ ગેરેસની સિવિલ પોલિસે કહ્યું કે આરોપીએ 4 વર્ષો સુધી 11 રાજ્યોમાં આ મહિલાઓનું શોષણ કર્યું હતુ.

તપાસ અધિકારીએ કહ્યું કે તે 32 વર્ષના આરોપીએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કેટલીંય ફેક પ્રોફાઈલ બનાવ્યા હતા. આ પ્રોફાઈલ દ્વારા તે મહિલાઓના સંપર્કમાં આવ્યો. આરોપી મહિલાઓને ઈન્ટિમેટ વીડિયો અને તસ્વીરો માટે પોણા બે લાખ રૂપિયા આપવાનું જણાવતો હતો.

પરંતુ ન્યૂડ ફોટો મળ્યા બાદ આરોપી મહિલાઓને બેન્ક ટ્રાંસફરની નકલી રસીદ મોકલતો હતો. ત્યારબાદ તે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો અને મીત્રો અને સંબંધીઓને તેમના ફોટોઝ મોકલવાની ધમકી આપતો હતો.

પીડિત મહિલાઓને ધમકાવ્યા બાદ આરોપી તેને વધુ વીડિયો-ફોટો મોકલવા માટે કહેતો હતો. એક પીડિતાએ જણાવ્યું કે તેણે એક દિવસમાં 20 વાર આવી તસ્વીરો માગી હતી. કેટલીંય મહિલાઓને મળવા માટે બોલાવીને આરોપી રેપ પણ કરતો હતો.

કેટલીંય મહિલાઓને તેણે સેક્સ કોન્ટ્રેક્ટ પર સાઈન કરવા માટે મજબુર કરી હતી. આ કોન્ટ્રાક્ટમાં એવુ લખ્યું હોય છે કે મહિલાઓ તેને પોતાની સાથે કઈ પણ કરવાની પરમિશન આપે છે.