ચીનથી નીકળેલા કોરોના વાયરસે આજે વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોનાના રોગચાળાથી દુનિયામાં અત્યાર સુધી ત્રણ હજારથી વધારે મોત થઇ ચુકી છે. જ્યારે દોઢ લાખથી વધારે લોકો આ વાયરસની ચપટમાં આવી ગયા છે. જ્યારે ભારતમાં સૌથી વધારે લોકો આ વાયરસથી પ્રભાવિત છે અને તેનાથી બે લોકોના મોત નીપજ્યા છે. સરકાર આ મહામારીને રોકવા માટે તમામ પ્રકારની જરૂરી પગલાં લઇ રહી છે. આવો જોઇએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર Covid-19ની અસર ક્યારે ખતમ થશે. ક્યારે આ મહામારીથી દુનિયાને છૂટકારો મળશે.
ઇતિહાસ જણાવે છે કે વર્ષ 1312 માં જ્યારે શનિ મકર રાશિમાં આવ્યો ત્યારે આખો યુરોપ રોગચાળા જેવા પ્લેગથી ગ્રસ્ત હતો. આ રોગચાળાએ 7.5 કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 1666 માં મકરમાં શનિની હાજરી પણ વિશ્વ માટે મોટો ખતરો છે. આ સમયગાળા દરમિયાન, લંડનની માત્ર 20 ટકા વસ્તી પ્લેગને કારણે નાશ પામી હતી. ત્યારબાદ ઓગણીસમી સદીમાં શનિની પોતાની રાશિમાં પરિવર્તનથી કરોડો લોકોની મોત થઇ હતી.