Mexico: હવે મેઈક્સિકો લોકો દ્વારા જજોની પસંદગી કરશે, પણ ઉઠી રહ્યાં છે ગંભીર પ્રશ્નો
Mexico: મેકિસિકો રવિવારે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. દેશમાં પહેલીવાર જજોની સીધી ચૂંટણીઓ થવાની છે. દેશના 900 ફેડરલ અને 1800 સ્થાનિક ન્યાયિક હોદ્દાઓ માટે મતદાન થશે, જેમાં સુપ્રીમ કોર્ટની 9 બેઠકો પણ સામેલ છે.
અધિકારીઓ માને છે કે આથી ન્યાયતંત્ર વધુ જવાબદાર બનશે અને જનસામાન્યને પણ ન્યાયિક પ્રક્રિયામાં ભાગ મળશે. જોકે વિપક્ષ અને નાગરિક સંગઠનો આ નિર્ણયને લોકશાહીના વિરોધમાં ગણાવી રહ્યાં છે.
શું છે નવો નિયમ?
અત્યાર સુધી મેકિસિકોમાં સુપ્રીમ કોર્ટના જજો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામતા અને સેનેટ દ્વારા મંજૂર થતા. હવે નવા બંધારણીય સુધારાની અસરરૂપે, જજોની નિમણૂક સીધી જનતા દ્વારા મતદાન દ્વારા થશે.
- પ્રથમ તબક્કો 2025માં અને
- બીજો તબક્કો 2027માં યોજાશે.
આ સંજોગોમાં રાજકીય પક્ષો ઉમેદવારને સમર્થન આપી શકશે નહીં અને દરેક ઉમેદવારને પોતાનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે.
સુધારો કે રાજકીય ચાતુર્ય?
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આંદ્રેસ ઓબ્રાડોર દ્વારા આ સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. તેમનો દાવો છે કે આથી ન્યાય તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી આવશે. પરંતુ વિપક્ષ આને સત્તારૂઢ પાર્ટી મોરેના માટે ‘પાવર કન્સોલિડેશન’નું સાધન ગણાવે છે.
શંકા કેમ ઉઠે છે?
- કેટલાક સ્થાનિક નેતાઓએ ગુપ્ત રીતે મતદાર યાદીઓ વહેંચી હોવાનું કહેવામાં આવે છે.
- ચૂંટણી આયોગે આવા બે કિસ્સાઓમાં તપાસ શરૂ કરી છે.
- જો સરકારના ત્રણેય અંગો – વિધાયક, કાર્યપાલક અને ન્યાયપાલિકા – એક જ પક્ષના કબજામાં આવી જાય, તો ન્યાયપાલિકા પ્રભાવમાં આવી શકે છે.
ગુનાખોરી અને માફિયાનો ખતરો
માનવ અધિકાર સંગઠનો ચેતવણી આપી રહ્યા છે કે માફિયા અને ગુનેગારો સ્થાનિક સ્તરે ચૂંટણીને અસર પહોંચાડી શકે છે. કેટલાક ઉમેદવારોના આપરાધિક પૃષ્ઠભૂમિથી પણ ચિંતાઓ છે:
- એક ઉમેદવાર અમેરિકામાં ડ્રગસ કેસમાં 6 વર્ષ જેલમાં રહ્યો છે.
- બીજો ઉમેદવારો ડ્રગ લોર્ડ એલ ચાપોનો વકીલ રહી ચૂક્યો છે.
જનતા ઉત્સાહિત પણ તજજ્ઞો ચિંતિત
Pew Research Center અનુસાર 66% મેકિસિકન નાગરિકો આ બદલાવને સમર્થન આપે છે, ખાસ કરીને યુવાનો અને મોરેના સમર્થકો. પરંતુ તજજ્ઞો માને છે કે જો ન્યાયતંત્ર પણ રાજકીય દબાણમાં આવી જશે, તો લોકશાહીનું સંતુલન ખોરવાઈ શકે છે.