Minister S. Jaishankar: આતંકવાદ પર જયશંકરનો કડક જવાબ, લાદેનનો ઉલ્લેખ કરીને કહ્યું – “આ તમારું પણ મુશ્કેલીમાં મૂકી શકે છે”
Minister S. Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રસેલ્સની મુલાકાત દરમ્યાન આતંકવાદ વિરુદ્ધ ભારતનું દૃઢ વલણ રજૂ કર્યું. તેમણે ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરીને પૂછ્યું કે, “એ માણસ પાકિસ્તાનમાં વર્ષો સુધી કેમ સુરક્ષિત રહ્યો?” અને દુનિયાને યાદ અપાવ્યું કે આ માત્ર ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક સ્તરે આતંકવાદનો ખતરો છે, જે આખરે દરેકને પરેશાન કરશે.
Minister S. Jaishankar: જયશંકરે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને EU વિદેશ બાબતોના વડા કાજા કલ્લાસ સાથે મુલાકાત કરી, અને આતંકવાદ સામે સહકાર માટે તેમની પ્રશંસા કરી.
અતે ઉપરાંત, EU-ભારત મુક્ત વેપાર કરારની વાટાઘાટોની સ્થિતિ પર બોલતાં, તેમણે ભારતને વિશ્વસનીય આર્થિક ભાગીદાર તરીકે હાઇલાઇટ કર્યું.
જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ પર વાત કરી ત્યારે, જયશંકરે સ્પષ્ટ કર્યું કે “યુદ્ધ દ્વારા કોઈ ઉકેલ નથી આવતો” અને ભારત આ સંઘર્ષમાં સીધા ભાગીદાર નથી.
યુએસના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પુછતાં, તેમણે કહ્યું કે ભારત માટે સંબંધો વ્યક્તિગત નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.