નાસાના વૈજ્ઞાનિકોએ ચંદ્રમાની સપાટી ઉપર કોઈ નવી શોધ કરી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો, ઉલ્કા વર્ષા દરમ્યાન ચંદ્રમાની સપાટી ઉપર પાણી પડ્યુ છે. નાસાએ એક વીડિયો રજૂ કરીને આ વાત ટ્વીટ કરી છે. આ વાતની પુષ્ટિ કરવા માટે નાસાએ ચાર મિનીટનો વીડિયો રજૂ કર્યો છે.
ભારતનું ચંદ્રયાન 1 ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા 2008માં શરૂ કરાયેલું પહેલું ચંદ્ર અભિયાન હતુ. આ પહેલું અંતરિક્ષ યાન હતુ, જેણે 2018માં ચંદ્ર ઉપર પાણીની શો કરી હતી. ઈસરોના નિવેદન મુજબ, તે સમયે ચંદ્રની સપાટી ઉપર જામેલાં પાણીની સાબિતી મળી હતી.
વીડિયોનાં જાણકારણ કહે છેકે, ચંદ્રમાની સપાટી ઉપર પાણીની શોધ 2008માં ભારતીય મિશન ચંદ્રયાન 1 દ્વારા કરાઈ હતી. જેમાં ચંદ્રની સપાટી પર ફેલાયેલાં હાઈડ્રોક્લિસ અણુઓની જાણ થઈ હતી. જે ધ્રુવ ઉપર કેન્દ્રીત હતા. ચંદ્રમામાં પાણી(H2O) અને હાઈડ્રોક્લિસ છે પરંતુ પાણીની ઉત્પત્તિ વિશે ચર્ચા ચાલુ છે.
નાસાનું કહેવું છેકે, ચંદ્રની સપાટી સૂકી છે. આ માટીની સરખામણીએ ઘણી સૂકી છે. ત્યાંની સપાટી એટલી સૂકી છેકે, અહીં 16 ઔંસ પાણી એકત્ર કરવા માટે એક મેટ્રિક ટનથી વધારે રેજોલિથને સંસાધિત કરવું પડશે. 25 ડિસેમ્બર 2009માં ઈસરોએ ચંદ્રમા ઉપર પાણીની શોધ કરી હતી.
પરંતુ નાસાએ જ્યાં સુધી તેની પુષ્ટિ ન કરી, ત્યાં સુધી તેને સાર્વજનિક કર્યુ ન હતુ. 2009માં ચંદ્ર અભિયાન શરૂ થયાનાં નવ મહિના બાદ ચંદ્રયાન-1 અંતરિક્ષ યાને કેટલીક ટેકનિકલ ગડબડને કારણે રેડિયો સિગ્નલ મોકલવાનું બંધ કર્યુ હતુ, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો.
ભવિષ્યવાણી કરાઈ હતીકે, 2012ના અંતમાં ચંદ્રની સપાટી ઉપર યાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જશે. પરંતુ 2016 સુધી તે કક્ષામાં રહ્યો હતું. હવે ચંદ્રયાન-2, ભારતનું બીજુ ચંદ્રમિશન જૂલાઈ 2019માં લોન્ચ થવાની આશા છે. અને સપ્ટેમ્બર 2019માં ચંદ્રની સપાટી ઉપર ઉતરશે.