Nepal earthquakes: આજે નેપાળમાં બે વાર ધરતી ધ્રુજી, તીવ્રતા 4.1 અને 4
Nepal earthquakes: શનિવારે ભારતના પડોશી દેશ નેપાળમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ મ્યાગડી જિલ્લામાં સવારે 3:14 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 4 હતી. બીજો ભૂકંપ સવારે 6:20 વાગ્યે બાગલંગ જિલ્લામાં અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.1 હતી. બંને ભૂકંપના કેન્દ્રો અલગ અલગ વિસ્તારોમાં હતા અને તાત્કાલિક કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્ર અનુસાર, પહેલો ભૂકંપ મ્યાગ્દી જિલ્લાના મુરી વિસ્તારમાં અનુભવાયો હતો, જ્યારે બીજો ભૂકંપ બાગલંગ જિલ્લાના ખુખાની વિસ્તારમાં અનુભવાયો હતો. જોકે, 4 ની તીવ્રતાના ભૂકંપને હળવા ગણવામાં આવે છે, અને આવા ભૂકંપ સામાન્ય રીતે વધારે નુકસાન પહોંચાડતા નથી.
નેપાળ ભૂકંપ ઝોન IV અને V માં સ્થિત હોવાથી ભૂકંપ માટે સંવેદનશીલ છે. અહીં પહેલા પણ ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં 2015માં આવેલા વિનાશક ભૂકંપનો પણ સમાવેશ થાય છે જેમાં 7.8 ની તીવ્રતાનો ભારે વિનાશ થયો હતો.