નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીનવ પ્રભાવિત થયુ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 43 લોકોના મોત અને 24 જેટલા લોકો લાપતા થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 50થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ થયો. જ્યારે જનકપુરમાં 6 ઈંચ કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
નેપાળમાં 21 જિલ્લા વરસાદના કારણે પ્રભાવિત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં નેપાલના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા 500 જેટલા ઘરને નુકસાન થયુ છે. જ્યારે રાહત અને બચાવ કાર્યમાં પોલીસ અને સેનાને કામે લગાવવામાં આવી છે. જ્યારે નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.