Netanyahu Trump meeting: ટ્રમ્પના આગમન પહેલા નેતન્યાહૂની સૈન્ય કાર્યવાહી, મધ્ય પૂર્વ ફરી તણાવમાં
Netanyahu Trump meeting: યમનના હુથીઓ પર ઇઝરાયલના હુમલાઓ બાદ માહોલ ગરમાયો, નેતન્યાહૂ અને ટ્રમ્પની બેઠકની રાહ જોતી દુનિયા. શું હવે ઈરાન આગળનું લક્ષ્ય બનશે?
ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂ તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા જ ઇઝરાયલે યમનના હુથી બળવાખોરો સામે મોટા હવાઈ હુમલાઓ કરીને તણાવને નવી દિશા આપી છે.
યમનમાં ભયંકર વિનાશ
ઇઝરાયલી હુમલાઓએ લાલ સમુદ્ર પર હુથી-નિયંત્રિત ત્રણ મુખ્ય બંદરોને નિશાન બનાવ્યા હતા, જેમાં હોદેદાહ બંદર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર 500 થી વધુ કન્ટેનર અને 50 બોટનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી માટે F-35 સહિત ઇઝરાયલી લડાકુ વિમાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
હુથીઓની પ્રતિક્રિયા
હુથી જૂથે ઇઝરાયલના હુમલાઓને પડકાર રૂપે લીધા છે અને જણાવ્યું છે કે આવા હુમલાઓ તેમનું મનોબળ તોડી શકશે નહીં. જૂથના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યહિયા સારીએ જણાવ્યું કે, “અમે સંપૂર્ણ તૈયારીમાં છીએ અને ગાઝા તથા પેલેસ્ટાઇન માટે સમર્થન ચાલુ રહેશે.”
ટ્રમ્પ-નેતન્યાહૂ બેઠક અને ઈરાનનો મુદ્દો
અંદાજ મુજબ, નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં ઈરાન મુદ્દા પર કંઈક મોટું નક્કી થઈ શકે છે. ભૂતકાળમાં જ્યારે પણ બંને નેતાઓ મળ્યા છે, ત્યારે કેટલાક મોટા પગલાં લેવામાં આવ્યા છે – તો શું તેઓ આ વખતે ઈરાન પર વધુ દબાણ લાવવાનું કાવતરું ઘડી રહ્યા છે?
યમન પર આ તીવ્ર હુમલાને અનેક વિશ્લેષકો “ટ્રેલર” તરીકે જોઈ રહ્યા છે. મુખ્ય ફિલ્મ કદાચ ઈરાન બની શકે છે, જેના પ્રોક્સી જૂથો આજકાલ ઇઝરાયલ વિરુદ્ધ સક્રિય થયા છે.