ચીનમાંથી સામે આવેલા બર્ડફ્લૂના કેસે દુનિયા માટે ભયની કંપારી છોડી દીધી છે. કારણ કે ચીનથી જ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારી વિશ્વ ભોગવી રહ્યું છે. ચીનના આ ઈતિહાસને જોતે સાવચેતી જરૂરી છે નહીતર તે કોરોનાની જેમ મોંઘી પડી શકે છે…ચીનના ઝી આંગસુ પ્રાંતમાં હ્યુમન બોડીમાં જોવા મળેલા બર્ડ ફ્લુના નવા સ્ટ્રેનના કારણે ફરી દુનિયાભરના સંશોધકો વૈજ્ઞાનિકોની નજર ચીન તરફ ગઈ છે. જોકે વૈજ્ઞાનિકો માટે બર્ડ ફ્લુ નવો નથી પરંતુ તે માનવ શરીરમાં પ્રવેશવો ચિંતાની બાબત છે. કારણ કે કથિત રીતે કોરોના પણ ચામાચડિયાથી જ હ્યુમન બોડીમાં પ્રવેશ્યો હતો.સામાન્ય રીતે બર્ડ ફ્લુ જંગલી પક્ષીઓ, મરઘીઓ સહિત પોલ્ટ્રી ફાર્મ સાથે સંકળાયેલા પક્ષીઓ માટે ઘાતક છે. બર્ડ ફ્લૂ ફેલાવવા માટે એચ-5 એન 01ને સૌથી ખતરનાક ગણાય છે. કારણ કે આજ વાયરસ લોકોમાં બર્ડફ્લુના સંવાહક તરીકે કામ કરે છે અને લોકોને શિકાર બનાવે છે. માનવીમાં બર્ડ ફ્લુના સંક્રણનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં નોંધાયો હતો. તે સમયે આ વાયરસ એક મરઘીમાંથી વ્યક્તિમાં ફેલાયો હતો.વર્ષ 2003માં બર્ડ ફ્લુનો વાયરસે ચીન, યુરોપ અને આફ્રિકા સહિત એશિયાના અનેક દેશમાં ફેલાવવાનો શરૂ થયો. વર્ષ 2013માં પણ ચીનમાં એક વ્યક્તિમાં બર્ડફ્લૂના સંક્રમણ જોવા મળ્યુ હતુ. વિશેષજ્ઞોના મતે બિમાર કે મૃત્યુ પામેલી મરઘી અને અન્ય પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાથી બચવુ જોઈએ. જીવીત પક્ષીઓના પણ સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. પોલ્ટ્રી કામ કરનારા લોકોએ ખોરાક અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. માસ્ક પહેરવુ જોઈએ. તેમજ તાવ કે શ્વાસ સંબંધી લક્ષણો જણાય તો તુરંત જ તપાસ કરાવવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા દાવો કરી ચુકી છે કે બર્ડફ્લુ સામાન્ય રીતે લોકોને સંક્રમિત કરતો નથી પરંતુ ચીનમાં જે જોવા મળ્યો તે નવો સ્ટ્રેન છે અને કોરોનાનો પણ નવો સ્ટ્રેન જ કેટલો ખતરનાક નીવડયો તેનાથી કોઈ અપરિચિત નથી.
