દર વર્ષની શરૂઆતમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીની જાણવામાં આવે છે. હવે જ્યારે 2019 શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે લોકો એ જાણવા ઉત્સુક છે કે આ વખતે તેમણે શું ભવિષ્યવાણી કરી છે.
ફ્રાન્સના ભવિષ્યવેત્તા માઈકલ ધ નાસ્ત્રેદમસને એટલા માટે યાદ કરવામાં આવે છે કારણકે આશરે 400 વર્ષ પહેલા તેમણે ઘણી ભવિષિયવાણી કરી હતી. જેમાંથી ઘણી સાચી સાબિત થઈ છે. તેમાં રાજકુમારી ડાયનાનું મૃત્યુ. જર્મનીના શાશક એડોલ્ફ હીટલરનો ઉદય, પરમાણુ બોમ્બ, દ્વિતિય વિશ્વયુદ્ધ અને 911 ની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવે છે.
પણ વર્ષ 2019 માં તેમણે એવી કંઈક ભવિષ્યવાણી કરી છે,જે સાંભળીને તમે ડરી જશો. તેમણે કહ્યું છે કે 2019 ની શરૂઆત પ્રાકૃતિક સમસ્યાઓથી થશે. આ વર્ષે આખી દુનિયામાં આતંકવાદ વધશે. યુરોપમાં ભયંકર પુર આવશે. તેમણે 2019 માં ત્રીજા વિશ્વયુદ્ધની પણ વાત કરી છે. એક વિનાશક ભુકંપ વિશે પણ આગાહી કરવામાં આવી છે.
નાસ્ત્રેદમસનો જન્મ ફ્રાન્સમાં 16 મા સદીમાં ફ્રાન્સમાં થયો હતો. તેમણે ત્યારે જ આવનારી 20 સદીઓની ભવિષ્યવાણી કરી દીધી હતી. તેઓ કવિતાઓ દ્વારા ભવિષ્યવાણી કરતા હતા.