પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે, જાપાનના વૈજ્ઞાનિકો હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો અર્થ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા નિભાવશે.
જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની કરી રહેલા હિરોમિત્સૂ નકોચી નામના વૈજ્ઞાનિકને હવે સરકારે જાનવરોમાં માનુષ્યનો ગર્ભ વિકસિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે ત્યાંની સરકાર દ્વારા આર્થિક સહાય અને અન્ય જરૂરી સુવિધા પણ આપવામાં આવશે. વૈજ્ઞાનિકો પહેલા ઉંદરના એંબ્રિયોમાં માનવ કોશિકા વિકસાવવાની યોજના બનાવી રહ્યાં છે. જે બાદ એંબ્રિયોને કોઈ પશુના ગર્ભમાં પ્રત્યાપિત કરી દેવામાં આવશે. અહીં વૈજ્ઞાનિકોની યોજના જાનવરોની કૂખેથી બાળક પેદા કરવાનું છે. જેના અંગો અને શરીરની બનાવટ માણસો જેવી હોય જેથી જરૂરિયાત પડવા પર જરૂરિયાતમંદ માણસોમાં ટ્રાંસપ્લાંટ કરી શકાય.