શું તમે સાંભળ્યું છે કે એવી ખતરનાક કીડીની બાબતમાં કે જેના કરડવાથી માણસનું મોત પણ થાયછે. જી હાં, આ કોઈ અફવા નથી પરંતુ એક સત્ય હકિકત છે. આ કીડીનું નામ ગીનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આવો જાણીએ આખરે આ કીડી કેમ હોય છે ખતરનાક અને તેનું શું નામ છે. દુનિયાની સૌથી ખતરનાક કીડીનું નામ બુલડોગ કીડી છે. જેનું વૈજ્ઞાનિક નામ Myrmecia Pyriformis છે. તે મોટે ભાગે ઓસ્ટ્રેલિયન કોસ્ટલ વિસ્તારમાં જોવા મળે છે. બુલડોગ કીડી પોતાના હુમલામાં ડંખ અને જડબાનો એક સાથે ઉપયોગ કરે છે. આ ખૂબજ ખતરનાક અને જીવલેણ હોય છે. આ ખતરનાક કીડીના હુમલાથી 1936થી લઈને અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. આ કીડીથી છેલ્લે મોત 1988માં થયું હતું. જે એક માણસ હતો. પોતાના ક્રૂર હુમલાને કારણે બુલડોગ કીડીએ પોતાની આગવી ઓળખ બનાવી છે. તે ખૂબજ આક્રમક અને તેજ ઝડપે હુમલો કરવા માટે જાણીતી છે. આ કીડીનો માણસોમાં ખૂબજ મોટો ભય છે.બુલડોગ કીડીના દરેક હુમલામાં ભયંકર ઝેરહોય છે. કીડી પોતાના શિકારને લાંબા, દાંતાદાર જડબાથી પકડી લે છે. પોતાના શરીરીના નીચેની તરફ ફેરવીને અને પોતાના લાંબા કાંટાદાર ડંખને ચામડીમાં ઘુસાડી દે છે. ઘણી વખત આ ડંખ 15 મિનિટની અંદર જ વયસ્કોને મારવા માટે પર્યાપ્ત છે. કીડીના આકારની વાત કરવામાં આવે તો તેના શરીરની લંબાઈ 20મીમી. વજન 0.015 ગ્રામ અને 21 દિવસનું જીવનકાળ ધરાવે છે. વર્ષ 1793માં આ કીડી વિશે જાણકારી મળી હતી.
