આફ્રિકા દેશના ઝિમ્બામ્બ્વેમાં એક વ્યક્તિની વસ્તી નિયંત્રણ અથવા ચાઈલ્ડપ્લાન જેવી વસ્તુઓ સાથે ના તો કોઈ નાતો છે કે ના તો કોઈ સંબધ. કારણ કે આ વ્યક્તિ અત્યાર સુધી 151 બાળકો પેદા કરી ચૂક્યો છે. આ વ્યક્તિની 16 પત્નિઓ છે. અને હવે ખૂબજ ઝડપથી 17મા લગ્ન કરવા જઈ રહ્યો છે. 66 વર્ષીય આ વ્યક્તિની ઈચ્છા છે કે તે 100 લગ્ન કરે.મિશેક ન્યાનદોરો નામની આ વ્યક્તિનો દાવો છે કે તે કોઈ કામ નથી કરોત અને તેની ફૂલટાઈમ જોબ તેની પત્નિઓને સંતુષ્ટ કરવાની છે. આ વ્યક્તિનું કહેવું છે કે તેની વૃદ્ધ પત્નિઓ તેના શારીરિક સંબંધોને સહન નથી કરી શકતી જેને પગલે તેને સતત યુવા સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડે છે.ઝિમ્બામ્બ્વેના મશોનાલૈંડ સેન્ટ્રલ વિસ્તારના બાયર જિલ્લાનો રહેવાસી મિશેકનું કહેવું છે કે તે મરતા પહેલા 1 હજાર બાળકો પેદા કરવા માગે છે. આ વ્યક્તિએ પોતાના માટે એક શિડ્યુલ પણ બનાવી દીધું છે. આ શિડ્યુલ મુજબ તે દરેક રાત્રે પોતાની 4 પત્નિઓને શારીરિક રીતે સંતુષ્ટ કરે છે. સ્થાનિક ન્યૂઝ સાતે વાતચીત કરતાં તેણે કહ્યું કે મારી પાસે કોઈ નોકરી નથી. મારું કામ ફક્ત મારી પત્નીઓને ખુશ રાખવાનું છે. 150 બાળકોના રહેતા મારા પર કોઈ જાતનું દબાણ નથઈ. પરંતુ એનાથી મને ફાયદો થયો છે. કારણ કે મને હંમેશા મારા બાળકોથી ગીફ્ટ મળતી રહે છે. સામાન્ય રીતે આ પરિવાર ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આ વ્યક્તિના 6 બાળકો ઝિમ્બાબ્વેની નેશનલ આર્મીમાં કામ કરે છે. 2 બાળકો પોલિસમાં કામ કરે છે. 11 બાળકો અલગ અલગ પ્રોફેશનલ્સમાં છે. જ્યારે આ વ્યક્તિની 13 છોકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. આ વ્યક્તિએ વર્ષ 2016માં છેલ્લા લગ્ન કર્યા હતા. પરંતુ તે પછી કેટલાક સમય માટે મિશેકે બ્રેક લઈ લીધું હતું કારણ કે ઝિમ્બાબ્વેની હાલત ઈકોનોમિક સ્તર પર ખરાબ ચાલી રહી હતી. પરંતુ મિશેકે ફરી એકવાર 2021માં પોતાના 17મા લગ્નનું પ્લાનિંગ કરી લીધું છે. જણાવી દઈએ કે આ વ્યક્તિએ ઝિમ્બાબ્વેની આઝાદીના વર્ષ 1964થી 1979 સુધી ચલે રોડેશિયન બુશ વોરમાં ભાગ લીધો હતો. અને વર્ષ 1983માં તેણે પોતાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ઝિમ્બાવ્બેને થયેલ જાનમાલના નુકસાન બાદ મિશેકે નિર્ણય કર્યો કે તે પોતાના દેશની જનસંખ્યા વધારવામાં મદદ કરશે.
