કોલંબિયાના સાનતિએગો દ કાલી શહેરમાંથી એક હૈરાન કરનારો મામલો સામે આવ્યો છ. અહીં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેને પોતાની જ એક પ્રેગ્નેટ મહિલા મિત્રનું પેટ ચીરીને તેનું બાળક કાઢી લીધુ હતું.મહિલા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પોલીસે જણાવ્યુ છે કે, તેને મારિલુઝ મોસ્ક્વેરાથી ધરપકડ કરી છે. જેને યુલેજિસ નામની મહિલાને 8 સપ્ટેમ્બર 2020ના રોજ મર્ડર કર્યુ હતું. તેના વિરુદ્ધ કિડનૈપિંગ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. મારિલુઝે ચાકૂથી મહિલાનું પેટ ચીરી નાખ્યુ અને તેનું બાળક કાઢી લીધું. ત્યાર બાદ મારિલુઝે યુલેઝિસના શબને એક તળાવ કિનારે ફેંકી દીધું. પીડિતા વેનેઝુએલાની માઈગ્રેંટ હતી. ત્યારે હવે કોલંબિયા પોલીસે પીડિતા યુઝેલિસની જ્વેલરીના આરોપી મારિલુઝની પાસેથી ધરપકડ કરી છે. જે બાદ તેની સાથે પૂછપરછ કરતા આ મામલો ખુલ્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે, મારિલુઝે આ ઉપરાંત પોતાની પ્રેગ્નેસીની ખોટી ખબર આપીને પોતાના સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટવાની પણ કોશિશ કરી હતી. મારિલુઝના પતિનું મોત થઈ ગયુ છે. મારિલુઝ પ્રેગ્નેસીની ખબર આપીને સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટતી રહેતી.
