કહેવાય છે લાલચ બુરી બલા છે. એ ચક્કરમાં વ્યક્તિ ક્રિમિનલ પણ બની જાય છે. પરંતુ આ વ્યક્તિએ ગિફ્ટની લાલચમાં જે કર્યું એ લોકોને હજમ નથી થઇ રહ્યું. 39 વર્ષના તાકાશી મિયાગાવાએ જયારે એક ગર્લફ્રેન્ડ બનાવી તો એને ઘણા બધા ગિફ્ટ મળ્યા. ત્યાર પછી એનો લાલચ વધતો ગયો અને ગિફ્ટ્સના ચક્કરમાં દરેક દિવસ નવી-નવી ગર્લફ્રેન્ડ બનાવતો ગયો. એવું કરતા કરતા તાકાશીએ 35 ગર્લફ્રેન્ડ બનાવી લીધી.તાકાશી અહીં પર જ નહિ રોકાયો, તે ગર્લફ્રેન્ડ બનાવ્યા પછી બીજીને છોડતો ન હતો પરંતુ તેઓ તમામને એક સાથે ડેટ કરી રહ્યો હતો. એની પાછળ એનો ઉદ્દેશ પ્યાર નહિ પરંતુ નવા-નવા ગિફ્ટ્સ લેવાનો હતો, જેથી તે દરેક દિવસે નવું ગિફ્ટ મળતું રહે. જો કે થોડી મહિલાઓની ફરિયાદ પછી એના પર પોલીસે કાર્યવાહી કરી, ત્યાર પછી મામલો સામે આવ્યો. તાકાશી મિયાગાવાએ છોકરીઓ પાસેથી ગિફ્ટ લેવા એક અનોખી રીત અપનાવી. તેણે એક ગર્લફ્રેન્ડને તેનો જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ જણાવ્યો હતો, જ્યારે બીજીએ તેનો જન્મદિવસ જુલાઈમાં કહ્યું હતું. આ રીતે, દરેકને જન્મદિવસની જુદી જુદી તારીખો કહીને તેણે પાર્ટી કરી અને તે મહિલાઓ પાસેથી મોંઘી ગિફ્ટ્સ લીધી. પોલીસના જણાવ્યા મુજબ, તાકાશી આ તમામ મહિલાઓને એક માર્કેટિંગ કંપની દ્વારા મળ્યો હતો. જે પછી તેણે જન્મદિવસની આ જુદી જુદી તારીખથી ગિફ્ટ ભેગા કરવાની યોજના શરૂ કરી. ત્યાર પછી કેટલીક યુવતીઓને તાકાશીની છેતરપિંડીની ખબર પડી અને તેણે પોલીસમાં ફરિયાદ કરી. તપાસ શરૂ થતાની સાથે જ તમામ પોલ ખોલવામાં આવી હતી અને પોલીસે છેતરપિંડીના આરોપસર તેની ધરપકડ કરી હતી.
