ઉત્તરી ઈંગ્લેંડમાં પેટાચૂંટણીને લઈને લેબર અને કંઝરવેટિવ પાર્ટી હાલ આમને સામને આવી ગઈ છે. આ તમામની વચ્ચે વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીની પ્રચાર સામગ્રીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. લેબર પાર્ટીએ પોતાના ફ્લાયરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન સાથે હાથ મિલાવતી તસ્વીર લગાવી છે. જેના કેપ્શનમાં જે લખ્યુ છે, તેનાથી હોબાળો થઈ ગયો છે. જેમાં પીએમ મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કહેવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, બ્રિટેનના વેસ્ટ યોર્કશાયરમાં બાટલી ને સ્પેનમાં ગુરૂવારે પેટાચૂંટણી યોજાવાની છે. અહીંના સાંસદ રિચર્ડ હોલ્ડન છે. જે સત્તાધારી કંજરવેટિવ પાર્ટીના છે. વિપક્ષી લેબર પાર્ટીએ પોતાના પ્રચારમાં મોદી અને બોરિસ જોન્સન હાથ મિલાવતા હોઈ તેવી તસ્વીર પોસ્ટ કરી છે. લેબર પાર્ટીનુ કહેવુ છે કે, લોકોએ જો બીજી પાર્ટીને વોટ આપ્યા તો, આવી તસ્વીર જોવા મળશે તેવુ જોખમ છે. જો કે, લેબર પાર્ટી આ મામલે સ્પષ્ટ છે. જણાવી દઈએ કે, આ ફોટો 2019માં જી-7 શિખ સંમેલન દરમિયાન લેવામાં આવ્યો હતો. આ ફ્લાયર સામે આવ્યા બાદ પ્રવાસી ભારતીયોના સમૂહોએ લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારત વિરોધી ગણાવી હતી. ભારતીય સમુદાયના સંગઠન કંઝરવેટિવ ફ્રેંડ્સ ઓફ ઈન્ડિયાએ તેનો વિરોધ કર્યો છે.