કોરોના વાયરસે ચીનમાં 10,000 જેટલા લોકોને ઝપેટમાં લીધા છે. આ પૈકી 213 લોકોના મોત થયા છે.
હવે આ બીમારીના કારણે ચીનમાં માસ્કની અછત થઈ ગઈ છે. માસ્કની કિંમત આસમાને પહોંચી ચુકી છે.લોકોને માસ્ક નથી મળી રહ્યા ત્યારે હવે ચીનના લોકો બ્રા અને સેનેટરી નેપકીનનો માસ્ક તરીકે ઉપયોગ કરીને કામ ચલાવી રહ્યા છે.
ચહેરો ઢાંકવા માટે કેટટલાક લોકો ફળોનો ઉપયોગ કરી રહ્યા છે તો કેટલાકે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને માસ્ક બનાવી દીધા છે.
ચીનાઓના ચિત્ર વિચિત્ર માસ્કની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. એક વ્યક્તિએ તો મોસંબીની છાલમાંથી જ માસ્ક બનાવીને પહેરી લીધો હોવાની તસવીર વાયરલ થઈ રહી છે.
દરમિયાન ચીનની માસ્કની માંગને પહોંચી વળવા માટે અમેરિકા, યુકે , કોરિયા સહિતના દેશોમાંથી સપ્લાય મોકલવાનુ શરુ કરાયુ છે.
બીજી તરફ વુહાનમાં કોરોનાનો ભોગ બનેલા લોકો માટે હોસ્પિટલ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં સેના પણ મદદ કરી રહી છે.