જીવલેણ કોરોના વાયરસની અસર હવે વિશ્વભરની કંપનીઓના ધંધા પર પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે ચીનમાં થઈ રહેલા નુક્સાનની ભરપાઈ માટે ભારતીય કંપની OYO હોટલ્સ એન્ડ હોમ્સ વિશ્વસ્તરે સ્તરે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, OYO હવે વિશ્વભરમાં 5 હજારથી 25000 નોકરીઓ ઓછી કરવાનું વિચારી રહી છે. ઈન્ડિયન સ્ટાર્ટઅપ OYO ચીન, અમેરિકા અને ભારતમાં પોતાના કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનો આ નિર્ણય નફો વધારવા માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસથી પ્રભાવિત ચીનમાં સૌથી વધારે છટણી કરવામાં આવી શકે છે, કારણ કે ત્યાં વાયરસના કારણે કંપનીના કામને માઠી અસર પહોંચી છે.