Pakistan: પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નાશ પામી, અનેક શહેરોમાં ડ્રોન હુમલાઓ
Pakistan: પાકિસ્તાનમાં તાજેતરના ડ્રોન હુમલાઓએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. પાકિસ્તાનના પરમાણુ સ્થળોએ ડ્રોન પહોંચી ગયા છે અને શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી લાહોર અને કરાચીમાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનના 6 શહેરોમાં 12 ડ્રોન વિસ્ફોટના અહેવાલો પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમની નિષ્ફળતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Pakistan: ગુરુવારે, લાહોરથી કરાચી સુધીના ઘણા મોટા શહેરો ડ્રોન હુમલાનો ભોગ બન્યા હતા, પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 25 ડ્રોન હુમલા થયા છે. આમાંથી 3 મોટા હુમલા લાહોર, કરાચી અને રાવલપિંડીમાં થયા છે, જ્યાં પાકિસ્તાની આર્મી કેમ્પ આવેલા છે. રાવલપિંડીમાં લશ્કરી છાવણીને જ ઉડાવી દેવામાં આવી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, કરાચીમાં ડ્રોન વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે અને સેનાએ વિસ્તારનો કબજો સંભાળી લીધો છે. કરાચીમાં પાકિસ્તાનના તમામ પરમાણુ બોમ્બ ભંડાર પણ છે, અને આવી સ્થિતિમાં અહીં ડ્રોન વિસ્ફોટને સુરક્ષામાં મોટો ભંગ માનવામાં આવી રહ્યો છે. લાહોરમાં નૌકાદળના બેઝ અને કરાચીમાં આર્મી બેઝ પાસે વિસ્ફોટ થયા છે.
અત્યાર સુધીમાં કરાચી, ગુજરાંવાલા, લાહોર, ચકવાલ અને ઘોટકી સહિત 12 શહેરોમાં ડ્રોન હુમલા થયા છે. આ વિસ્તારોમાં કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે, પાકિસ્તાને હજુ સુધી આ ડ્રોન ક્યાંથી આવ્યા તેનો ખુલાસો કર્યો નથી, ન તો કોઈએ આ હુમલાઓની જવાબદારી લીધી છે.
પાકિસ્તાનનીએર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જે પાકિસ્તાન વાયુસેનાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ ઘટના પહેલા જ વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન વાયુસેનાની પ્રશંસા કરી હતી.