Pakistan: ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સેનાએ કરી મોટી કાર્યવાહી.
Pakistan:પાકિસ્તાની સેનાએ આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સેનાએ આ કાર્યવાહી ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં કરી છે. સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
પાકિસ્તાનના સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ એક પછી એક બે ઓપરેશન હાથ ધર્યા જેમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ બુધવારે સૈન્ય કાર્યવાહીની માહિતી આપી છે. સેના આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનને મોટી કાર્યવાહી તરીકે જોઈ રહી છે.
પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કરી હતી.
સેનાએ કહ્યું કે પહેલું ઓપરેશન 12 અને 13 નવેમ્બરના રોજ ખૈબર પખ્તુનખ્વાના મીરાનશાહ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું અને ઉત્તર વઝીરિસ્તાન વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં છ આતંકીઓ ઘાયલ પણ થયા છે. પાકિસ્તાન આર્મીની મીડિયા અનુસાર, બીજા ઓપરેશનમાં, સુરક્ષા દળોએ બલૂચિસ્તાનના કેચ જિલ્લાના બાલાગતમાં કથિત આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યું છે.
કુખ્યાત આતંકવાદી માર્યો ગયો.
બાલાગતમાં સેનાની કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં કુખ્યાત આતંકવાદી સના ઉર્ફે બારુનો પણ સમાવેશ થાય છે. સેનાએ કહ્યું કે બારુ કેચમાં ‘મજીદ બ્રિગેડ’ માટે આતંકવાદીઓની ભરતી કરનાર મુખ્ય એજન્ટ હતો. તે ખાસ કરીને ‘આત્મઘાતી બોમ્બર’ની ભરતીમાં સામેલ હતો. તેનું નામ કાયદા અમલીકરણ એજન્સીની વોન્ટેડ લિસ્ટમાં પણ હતું.