Pakistan: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કર્યો મોટો ખુલાસો, ‘ચીન ભારતના હવાઈ સંરક્ષણની ગુપ્ત માહિતી પાકિસ્તાન સાથે શેર કરે છે’
Pakistan: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક મોટો ખુલાસો કર્યો છે કે યુદ્ધ દરમ્યાન ચીન પાકિસ્તાનને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી વિશે ગુપ્ત માહિતી પ્રદાન કરતું રહ્યું છે. બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે આ પ્રકારની માહિતી વહેંચાણ સતત ચાલુ હોવાનું ખ્વાજાએ સ્વીકાર્યું છે.
ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “ભારત સાથે ટૂંકા યુદ્ધ બાદ પણ પાકિસ્તાન હાઇ એલર્ટ પર છે અને તેની સતર્કતા ક્યારેય ઘટી નથી. જે દેશો વ્યૂહાત્મક રીતે નજીક હોય, તેઓ એકબીજાને ગુપ્ત માહિતી અને ઉપગ્રહ ડેટા શેર કરે છે, અને આ એક સામાન્ય પ્રથા છે.”
તેમણે જણાવ્યું કે, “ચીનને પણ ભારત સાથે સમસ્યાઓ છે, તેથી બેઇજિંગે ઇસ્લામાબાદ સાથે આ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી વહેંચી છે, જે બંને માટે જરૂરી છે.”
આ ખુલાસાઓ પાકિસ્તાન અને ચીન વચ્ચેના ગાઢ સૈન્ય સહયોગ તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને વધુ સ્પષ્ટ કરે છે.