ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રેલવે લિંક રોડ પર રહે છે. જે જગ્યાએ મસૂદ છુપાયો છે, તે બહાવલપુર આતંકવાદી હેડક્વાર્ટરની પાછળ છે. અહીં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત છે. કહેવાય છે કે, મસૂદ જે ઘરમાં છુપાયો છે, તે ઘર પર બોમ્બના હુમલાની પણ કોઈ અસર નથી થતી.
આ સિવાસ મસૂદ અઝહરના અન્ય ત્રણ ઠેકાણાંની પણ જાણ થઈ છે. જેમાં કસૂર કૉલોની બહાવલપુર, મદરસા બિલાલ હબસી ખૈબર પખ્તુનવા અને મદરસા-એ-લુકમાન ખૈબર પખ્તુનવા સામેલ છે. જણાવી દઈએ કે, 2016માં પઠાનકોટ હુમલા સંદર્ભે જે ડોઝિયર પાકિસ્તાનને સોંપવામાં આવ્યું હતું. તેમાં એક ફોન નંબર જેનો હતો, તેની લિંક બહાવલપુર ટેરર ફેક્ટરી સાથે હતો.