Pakistan: રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ જાન્યુઆરીમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન 185 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પ્રદેશમાં માર્યા ગયેલા આતંકવાદીઓની દ્રષ્ટિએ આ બીજો સૌથી ઘાતક મહિનો હતો. ડિસેમ્બર 2024 માં, સુરક્ષા દળોએ 190 આતંકવાદીઓને ઠાર માર્યા, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
જાન્યુઆરીમાં કુલ 245 લોકો માર્યા ગયા હતા, જેમાં 185 આતંકવાદીઓ, 40 સુરક્ષા કર્મચારીઓ અને 20 નાગરિકોનો સમાવેશ થાય છે. ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત હતો, ત્યારબાદ બલુચિસ્તાનનો ક્રમ આવે છે. આ મહિનામાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પણ થયા, બંને બલુચિસ્તાનમાં થયા, જેની જવાબદારી અનુક્રમે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી.
વધુમાં, અહેવાલમાં અપહરણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો છે, જેમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 37 વ્યક્તિઓનું અપહરણ કર્યું છે.