Pakistan: હવે PAK “પંજાબ”માં પતંગ ઉડાડવા પર થશે 5 વર્ષની જેલ અને 20 લાખનો દંડ.
Pakistan: પાકિસ્તાનમાં પંજાબ સરકારે પતંગબાજો સામે કડક કાયદો બનાવીને કાર્યવાહી તેજ કરી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે રાજ્યમાં પતંગ બનાવવા અને ઉડાડવાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કર્યો છે. સંશોધિત અધિનિયમ 2007 હેઠળ, પતંગ ઉડાડવા માટે ધાતુના દોરા, વાયર અને સ્પાઇક્ડ થ્રેડનું ઉત્પાદન, ઉપયોગ અને વિતરણ પણ ગુનાહિત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની પંજાબ સરકારે પ્રોહિબિશન એક્ટ 2007માં સુધારો કરીને આ ગુનાઓને વ્યાખ્યાયિત કર્યા છે, જે હવે આકરા દંડની જોગવાઈ કરે છે. પંજાબના ગૃહ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નવા નિયમો પતંગ ઉડાવવામાં વપરાતા ધાતુના દોરાઓ, વાયર અને તીક્ષ્ણ દોરાના ઉત્પાદનને પણ અપરાધ બનાવે છે. પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે કોઈપણ વ્યક્તિ પતંગ ઉડાવતા પકડાશે તો તેને 3 થી 5 વર્ષની જેલ અથવા 20 લાખ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક લોહિયાળ સંઘર્ષો બાદ વર્ષ 2007માં પાકિસ્તાની રાજ્ય પંજાબમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં પતંગબાજીના શોખીનોએ આ કાયદાની પરવા કરી ન હતી. જેના કારણે હવે કાયદામાં સુધારો કરીને આ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.
આ નવા નિયમો હશે.
- નવા નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ પતંગ ઉડાવતા પકડાશે તો તેને 3 થી 5 વર્ષની જેલ અથવા 20 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
- પતંગ બનાવનારને 5 થી 7 વર્ષની જેલ અથવા 50 લાખ રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
- સગીરો માટે વિશેષ સજાની પણ જોગવાઈ છે.
- જેમાં પ્રથમ ગુના માટે ચેતવણી, બીજા ગુના માટે 50,000 રૂપિયાનો દંડ, ત્રીજા ગુના માટે 1,00,000 રૂપિયાનો દંડ અને ચોથા ગુના માટે જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમ એક્ટ 2018 હેઠળ સજાનો સમાવેશ થાય છે.