Password leak: દુનિયાભરમાં 16 અબજ પાસવર્ડ લીક,Google, Facebook અને Apple સહિતના યુઝર્સ જોખમમાં
Password leak: વૈશ્વિક સ્તરે સાયબરસુરક્ષા માટે ગંભીર ચિંતા ઉભી કરતી ઘટના સામે આવી છે. સાયબરન્યૂઝના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં કુલ 16 અબજથી વધુ લોગિન ઓળખપત્રો (ઈમેલ અને પાસવર્ડ્સ) ઓનલાઈન લીક થયા છે. આમાં Google, Facebook, Apple જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સના યુઝર્સની માહિતીનો સમાવેશ થાય છે.
આ માહિતી દુનિયાની કુલ વસ્તી કરતાં પણ દૂણી છે, જેનાથી શક્ય છે કે અનેક વપરાશકર્તાઓના એકથી વધુ એકાઉન્ટ્સ હેકર્સના નિશાન પર હોય.
સાયબરન્યૂઝના અહેવાલ મુજબ, સંશોધકોએ 30 અલગ-અલગ ડેટાસેટ્સ શોધ્યા છે જેમાંથી દરેકમાં મોટી માત્રામાં લોગિન વિગતો સમાવિષ્ટ છે. આશંકા છે કે આ માહિતી અલગ-અલગ સમયે ચોરી કરીને પછી એકત્રિત કરવામાં આવી છે અને પછી તેને ખુલ્લા ફોરમમાં મુકવામાં આવી છે.
વિશેષ વાત એ છે કે આ લીક માત્ર એક જ કંપનીના સર્વર પરથી નથી થવામાં આવ્યું, પરંતુ વિવિધ સ્ત્રોતો અને સમયગાળાઓમાંથી આ માહિતી ચોરી ગઈ હોવાનું અનુમાન છે.
મુલાકાતીઓ માટે મહત્ત્વપૂર્ણ સલાહ:
સાયબરન્યૂઝ અનુસાર, આ ડેટા લીક માટે મુખ્યત્વે “ઇન્ફોસ્ટીલર્સ” જવાબદાર છે – દૂષિત સોફ્ટવેર જે પીડિતના ઉપકરણમાં ઘૂસણખોરી કરે છે અને પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ માહિતી જેવી સંવેદનશીલ માહિતી ચોરી કરે છે.
શું કરવું?
- તમારું પાસવર્ડ તાત્કાલિક બદલો, ખાસ કરીને જો તમે એક જ પાસવર્ડ અનેક જગ્યાએ ઉપયોગ કરો છો.
- બે-સટેપ ઓથેન્ટિકેશન (2FA) સક્રિય કરો.
- અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાથી બચો અને એન્ટીવિરસ/માલવેર સ્કેનિંગ સોફ્ટવેર અપડેટ રાખો.
આ ઘટનાએ ફરીવાર સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં સાવચેતી રાખવી અને તમારી ઑનલાઇન ઓળખ સુરક્ષિત રાખવી એ વ્યક્તિગત જવાબદારી પણ છે.