ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામીએ કહેર વરસાવ્યો છે. સમુદ્રની નીચે ખડકો ખસી પડતાં આવેલી સુનામીના કારણે 260 લોકોના મોત થયા છે જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે કારણકે ઘણા લોકો ગુમ થયા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં લાઈવ પર્ફોર્મંસ વખતે ઈન્ડોનેશિયાનું ફેમસ પોપ બેન્ડ સુનામીની ચપેટમાં આવ્યું.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્વાળામુખી ફાટવાને કારણે સુનામી આવ્યું હોવાની સંભાવના છે. સુનામીને કારણે હજારો મકાનો નષ્ટ થયા છે અને લોકો ચિચિયારી બોલાવી રહ્યા છે.