તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ વેરાયો છે. આ ભૂકંપમાં તુર્કીની અનેક ઈમારતો ધરાશાયી તઈ ગઈ છે. જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે અને 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે, તેના આંચકાથી પડોશી દેશો ઈરાક, સીરિયા અને લેબનનમાં પણ અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી છે. આ ભૂકંપથી 10થી વધુ બિલ્ડિંગો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ નુક્સાન પૂર્વ ઈલાજિગ પ્રાંતમાં થયું છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તુર્કીમાં ભૂકંપના આંચકાથી મકાનો ધ્રુજવા લાગ્યા હતા. આ ભૂકંપ બાદ અનેક ઈમારતોમાં આગ પણ ફાટી નીકળી હતી. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. તુર્કીમાં આવેલા આ કુદરતી આફતમાં અનેક મોટી-મોટી ઈમારતો જોત-જોતામાં જમીનદોસ્ત થઈ ગઈ. આ ઈમારતોના કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે, લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જીવ બચાવવા માટે લોકો રસ્તા પર જ્યાં-ત્યાં ઉભા રહી ગયા હતા અને બૂમો પાડી રહ્યા હતા. ભૂકંપ આવવા દરમિયાન 15 વખત આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ અનુભવાયા હતા.