ઈરાનથી હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે. જાણકારી અનુસાર ઈરાનમાં તેહરાન એરપોર્ટ પાસે એક પ્લેન ક્રેશ થઇ ગયું છે. આ પ્લેનમાં 180 પ્રવાસી સવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મળેલી જાણકારી આનુસાર ઘટના પાછળનું કારણે ટેકનિકલ ખામી બતાવવામાં આવી રહી છે. શું આ વિમાન ક્રેશ પાછળ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ છે, હજું સુધી તેના વિશે કોઈ જાણકારી મળી શકી નથી.
ઈરાન દ્વારા ઈરાકમાં બે અમેરિકન આર્મી બેસ પર મિસાઈલ હુમલા પછી ક્ષેત્રમાં સ્થિતિ ખુબ જ તણાવભરી થઇ ગઈ છે. અમેરિકાએ કહ્યું છે કે, તેઓ આ હુમલા પર નજર રાખી રહ્યાં છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે, બધુ જ ઠિક છે. આ વચ્ચે અમેરિકાએ ઈરાન અને ગલ્ફમાં પોતાના અસૈન્ય ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઈરાનના હુમલા પછી ટ્રમ્પે ટ્વિટ કરતા લખ્યું છે, ઓલ ઈઝ વેલ. ઈરાન તરફથી ઈરાકમાં અમેરિકાના બે આર્મી કેમ્પ પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. જાનહાનિ અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી બધુ ઠિક છે. અમે સૌથી શક્તિશાળી છીએ અને દુનિયાના દરેક જગ્યાએ ટેકનોલોજીથી લૈસ છીએ. હું કાલે સવારે આના પર નિવેદન રજૂ કરીશ.