કઝાકિસ્તાનના અલમાટીમાં એક વિમાન અકસ્માત થયો છે. અલમાટીમાં વિમાન ઉડાન ભર્યાના થોડી જ વારમાં બે માળની બિલ્ડીંગ સાથે ટકરાઇ ગયું. જેના કારણે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયો હતો. આ વિમાનમાં કુલ 100 લોકો સવાર હતા.
ક્રેશ સાઇટ પર ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે. આ વિમાનમાં 95 પ્રવાસી અને 5 ક્રૂ મેમ્બર હતા. જોકે, હજું સુધી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે,વિમાન કઇ એરલાઈન્સનું છે. જ્યારે વધુ જાણકારી અનુસાર આ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની વાત સામે આવી રહી છે.