PM Modi-Bill Gates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચેની આ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી લઈને ડિજિટલ પેમેન્ટ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન, વડા પ્રધાને બિલ ગેટ્સને તેમની સરકારની લખપતિ દીદી યોજનામાં આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પણ પ્રશંસા કરી હતી અને પીએમ મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન આપ્યા હતા.
An insightful interaction with @BillGates. Do watch! https://t.co/wEhi5Ki24t
— Narendra Modi (@narendramodi) March 29, 2024
પ્રધાનમંત્રીએ આ બેઠક દરમિયાન કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે અને સમગ્ર દેશે ડિજિટલ ક્રાંતિને અપનાવી છે. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાના સમયગાળા દરમિયાન લોકો કોવિન એપ દ્વારા ઓનલાઈન રસીકરણ માટે બુકિંગ કરતા હતા અને પોતે એપોઈન્ટમેન્ટ લેતા હતા. આ સાથે, ડિજિટલ સેક્ટરે કોરોનાના સમયમાં લોકોનું કામ સરળ બનાવ્યું.