તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસે દેશના બર્થ રેટનો આંકડો જાહેર કર્યો છે. આ આંકડા મુજબ, છેલ્લા વર્ષે ૨૨ પુરુષોએ પ્રેગનેન્સી બાદ બાળકોને જન્મ આપ્યો છે. આંકડામાં તે પણ જાણકારી આપી દીધી હતી કે, બાળકોને જન્મ આપનાર બધા ટ્રાન્સજેન્ડર પુરુષ હતા. આ યાદીમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, દસ વર્ષમાં લગભગ ૨૨૮ પુરુષ એવા છે જે બાળકને જન્મ આપી ચુક્યા છે.
આ અગાઉ વર્ષ ૨૦૦૯ માં તેના વિશેમાં અંતિમ જાણકારી આપવામાં આવી હતી. તે સમયે ટ્રાન્સજેન્ડર પુરુષોની આ બાબતને અનનોનનું નામ આપવામાં આવ્યું હતું.પુરુષો દ્વ્રારા આવું પગલું ભરવાના કારણે ઘણા લોકો તેના વિરોધમાં પણ ઉતર્યા હતા. લોકોનું કહેવું હતું કે, ‘સેક્સ ચેન્જથી પુરુષ બન્યા બાદ જો પુરુષ બાળકને જન્મ આપે છે, તો તે ક્યારેય પુરુષ કહેવાને લાયક નથી.’ પરંતુ એવું નથી કે, ઓસ્ટ્રેલિયાના બધા લોકો આ વિચાર સાથે સહમત છે.મેલબોર્ન યુનિવર્સીટીની એક પ્રોફેસર એવા પુરુષોના હકમાં વાત કરે છે. પ્રોફેસરે સલાહ આપી દીધી છે કે, હવે સમય આવી ગયો છે, સમાજ જેન્ડરને લઈને પોતાનો વિચાર બદલવો જોઈએ, “જે પુરુષ પોતાના જીવનમાં એવા નિર્ણય લેશે તેમને જન્મ આપવામાં કોઈ તકલીફ નથી અને ન તો તેઓ પુરુષત્વ પરનો સવાલ માને છે.