લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં ચીની સેનાએ ભારતીય સેનાના જવાનો ને ઘેરી લઈ હુમલો કરતા 20 જવાનો શહીદ થયા હતા અને 76 જવાનો ઘાયલ થયા હતા આ હુમલા બાદ ચાઈના એ 10 જવાનોને બંધક બનાવ્યા હોવાની વાત સામે આવી હતી પરંતુ ભારતીય સેના ના સૂત્રો એ ઈન્કાર કરી કોઈ ને બંધક નહિ બનાવાયા હોવાની વાત કરી હતી.
તો બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઈના મતે ચીની સેના એ ભારતીય સેના ના બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હોવાની વાત ની પૃસ્ટી કરી છે.અને જણાવ્યું છે કે બંધકો ને ત્રણ દિવસની વાતચીત બાદ ચીને છોડી મુક્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સેનાએ ગુરૂવારના રોજ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ કાર્યવાહીમાં કોઇ ભારતીય સૈનિક ગુમ નથી. પીટીઆઈના મતે ચીની સેનાએ બે મેજર સહિત 10 જવાનોને બંધક બનાવ્યા હતા, જેમને ત્રણ દિવસ બાદ છોડી દેવામાં આવ્યા છે. આની પહેલાં જુલાઇ 1962મા ચીની સેનાએ ભારતીય સૈનિકોને બંધક બનાવ્યા હતા. ગલવાન ઘાટીમાં યુદ્ધ દરમ્યાન અંદાજે 30 ભારતીય જવાન શહીદ થયા હતા અને ડઝનબંધ જવાનોને ચીની સેનાએ પકડી લીધા હતા જેમને બાદમાં છોડી દીધા હતા.
કે ચીની સેના દ્વારા સોમવાર મોડી રાત્રે કરાયેલા હુમલામાં ભારતીય સેનાના 76 જવાન ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી 18 ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે 58ને નજીવી ઇજા પહોંચી છે. લેહની એક હોસ્પિટલમાં 18 જવાનોની સારવાર ચાલી રહી છે જ્યારે 58 અન્ય હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
