ગાય પ્લાસ્ટિક પચાવી શકે છે? વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગાયના રૂમેન રેટિકુલમમાં એવા બેક્ટેરિયાઓનો સમૂહ જોવા મળે છે જે ભોજન પચાવવાનું કામ કરે છે. રૂમેન રેટિકુલમ ગાયના પાચનતંત્રનો એક ભાગ હોય છે. સંશોધનકર્તાઓએ 3 પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો. પ્રથમ પોલિથિલીન ટેરાપ્થેલેટ હતું. આ એક સિન્થેટિક પોલીમર છે જેનો ઉપયોગ પેકેજિંગ અને ટેક્સ્ટાઈલ ઈન્ડ્સ્ટ્રીમાં કરવામાં આવે છે. બીજું પોલીબ્યુટિલીન એડિપેટ ટેરેપ્થેલેટ. તેનો ઉપયોગ પ્લાસ્ટિક બેગ બનાવવામાં કરવામાં આવે છે અને ત્રીજું પોલીથિલીન ફ્યુરાનોએટ હતું. વૈજ્ઞાનિકોએ સ્લોટરહાઉસમાંથી રુમેનનું લિક્વિડ લઈ 3 પ્રકારના પ્લાસ્ટિક પર પ્રયોગ કરી એ સમજવાનો પ્રયાસ કર્યો કે, કેટલી હદે લિક્વિડમાં રહેલા બેક્ટેરિયા પ્લાસ્ટિકને ઓગાળી શકે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, આ બેક્ટેરિયા ત્રણેય પ્રકારના પ્લાસ્ટિકને તોડવા માટે સમર્થ હતા.
