નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો તમારે વજન ઘટાડવું હોય તો ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી. આ દાવો બ્રિસ્ટલ અને રોહમ્પ્ટન યુનિવર્સિટીએ તેમના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઝડપથી ખાવાનું ખાય છે તેમને વજન વધવાનું જોખમ વધારે રહે છે. સંશોધકોએ તેમના રિસર્ચમાં ખાવાની સ્પીડ અને વજનની વચ્ચેનું કનેક્શન સમજાવ્યું છે. 800 બાળકો અને વયસ્કો પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, જો તેઓ ખાવાનું ઉતાવળમાં ખાય છે તો તેમની કમરનો ઘેરાવો અને બોડી માસ ઈન્ડેક્સ વધી જાય છે. રિસર્ચએ દર્શાવે છે કે, બાળકો અને વયસ્કોએ તેમની ખાવાની ક્વોલિટી અને ખાવાની રીત પણ બદલવાની જરૂર છે. તમે ચાવીને ખોરાક ખાવ છો તો તમે કમરની સાઈઝને વધવાથી અટકાવી શકો છો.
