વૈજ્ઞાનિકોએ બે ન્યૂટ્રોન સ્ટાર વચ્ચે ટકરાવના અવલોકન કર્યાના 2 વર્ષ બાદ જાણ્યું છે કે તેનાથી મોટા પ્રમાણમાં સોનું અને પ્લેટિનમ ઉત્પન્ન થયું છે. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ જણાવ્યું છે તેનાથી સોના અને પ્લેટિનમના અનેક પ્લેનેટ્સ બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
વૈજ્ઞાનિકો અનુસાર તેમણે 2017માં જે ટકરાવ જોયો હતો તેણે તેમને 2016માં થયેલી આવી ઘટના પર નજર કરવા મજબૂર કર્યા હતા. તે ઘટનામાં બે ન્યૂટ્રોન સ્ટારનો એકબીજામાં વિલય થયો હતો. મોટા તારાના વિસ્ફોટ અને તેના તુટવાથી બચેલા અવશેષ ન્યૂટ્રોન સ્ટાર કહેવાય છે. ન્યૂટ્રોન સ્ટાર જ્યારે બ્લેક હોલમાં ભળી જાય છે તો પણ કિલોનોવાનું નિર્માણ થાય છે. 2016માં થયેલા ટકરાવ અને પછી 2017માં તે ઘટના ફરી થઈ તેનાથી મોટા પ્રમાણમાં સોનું અને પ્લેટિનમ ઉત્પન્ન થયું. વૈજ્ઞાનિકોનો મત છે કે હવે તે પૃથ્વી પર સોના અને પ્લેટિનમના અસ્તિત્વની વ્યાખ્યા કરી શકશે. તેમને લાગે છે કે આ બહુમૂલ્ય ધાતુ લાખો વર્ષ પહેલા બનેલા કિલોનોવાના નિર્માણનું પરિણામ છે.
સોનાનો આ ભંડાર ગેલેક્સી એનસીજી 4994માં જોવા મળી શકે છે. જે પૃથ્વીથી 130થી 140 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે ન્યૂટ્રોન વચ્ચે આજથી 13થી 14 કરોડ વર્ષ પહેલા ટકરાવ થયા હતા. એ અલગ વાત છે કે વૈજ્ઞાનિકોની નજર તેના પર થોડા વર્ષો પહેલા જ પડી છે