વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી SCO કાઉન્સિલના રાજ્યોના વડાઓની 22મી બેઠકમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવના આમંત્રણ પર મુલાકાત લેશે. આ સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. આ દરમિયાન તમામની નજર પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત પર રહેશે. સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી સમરકંદમાં SCO સમિટ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “PM મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય બેઠક લગભગ નિશ્ચિત છે અને આ બેઠકો સમરકંદમાં SCO સમિટ બાદ થશે.”