કેહવામાં આવે છે કે કઈ પણ કરવું નામુમકિન નથી અને તેનો જ ઉદાહરણ આપણે મલેશિયાના યુવકે જે કર્યું છે તેમાં જોઈ શકીએ છે. આ યુવકે ત્રણ ઈંડાંને ઉપરા-ઉપરી ગોઠવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા મોહમ્મદ અબેલહમીદ મોહમ્મદ મુક્બેલે પોતાના ટેલેન્ટથી રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેણે આ એગ ટાવર માટે ઘણી મહેનત કરી હતી ત્યારે જઈને તે સફળ થયો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેનો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, મોહમ્મદે આ કામ એકાગ્રતા, ધીરજ અને પ્રેકિટસથી કરી બતાવ્યું છે.
Wednesday, May 1