સેક્સ રેકેટ ચલાવવાના આરોપનો સામનો કરી રહેલા અમેરિકન અબજોપતિ જેફરી એપસ્ટાઈને જેલમાં આત્મહત્યા કરી લીધી છે. યુ.એસ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ એપસ્ટાઈને મેટ્રોપોલિટન સુધારણા કેન્દ્રમાં પોતાના સેલમાં ફાંસી પર લટકીને આત્મહત્યા કરી હતી.

જુલાઈમાં ન્યુયોર્કની કોર્ટમાં હાજર થયા બાદ એપસ્ટાઈનના જામીન નામંજૂર થઈ હતી. તેમના પર સગીરના યૌન હેરફેરના કેસમાં કાવતરૂ રચવાના કેસમાં આરોપી હતો. જો કે, એપ્સટાઈને આ આરોપોને ફગાવી દીધા છે. તેને 45 વર્ષની કેદની સજા ફટકારી હતી.
66 વર્ષીય એપ્સટાઈને અગાઉ જુલાઈમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ એપસ્ટાઈનના ગળા પર નિશાન મળી આવ્યા હતા. મેટ્રોપોલિટન સુધારણા કેન્દ્ર મેનહટનમાં સ્થિત છે. તેનો ઉપયોગ સુનાવણી દરમિયાન આરોપીને રાખવા માટે કરવામાં આવે છે.