South Korea: દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક-યોલની ધરપકડ, સિઓલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું
South Korea: દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી મોટા સમાચાર આવી રહ્યા છે. સિઓલની એક કોર્ટે ગુરુવારે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ હેઠળ યૂન સુક યેઓલની બીજી વખત ધરપકડ કરવામાં આવી છે.
માર્શલ લોનો પ્રયાસ કરવાના આરોપમાં ધરપકડ વોરંટ
કોર્ટે યૂન સુક યેઓલ વિરુદ્ધ માર્શલ લો લાદવાનો પ્રયાસ કરવાના આરોપમાં આ વોરંટ જારી કર્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર 3 ડિસેમ્બરે માર્શલ લો જાહેર કરવાની યોજના બનાવવાનો આરોપ છે. આ ઉપરાંત, તેમની સામે અન્ય ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
યૂન સુક યેઓલ સામે 5 મુખ્ય આરોપો
ખાસ વકીલ ચો યૂન-સુકે કોર્ટને જણાવ્યું હતું કે યૂન સુક યેઓલ સામે કુલ પાંચ આરોપો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- માર્શલ લો જાહેર કરવાની યોજના
- રાષ્ટ્રપતિ પ્રવક્તાને ખોટું નિવેદન જારી કરવાનો આદેશ
- ત્રણ સૈન્ય કમાન્ડરોને ફોન કોલ રેકોર્ડ ડિલીટ કરવાની સૂચના
- કેબિનેટ સભ્યોના અધિકારોનું ઉલ્લંઘન
- પુરાવાનો નાશ કરવાની શક્યતા
યૂન સુક યેઓલ અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા
સુનાવણી દરમિયાન, યૂન સુક યેઓલ અને તેમના વકીલ કોર્ટમાં હાજર હતા અને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે, કોર્ટે વોરંટ જારી કરીને તેમને સિઓલના ઉઇવાંગ અટકાયત કેન્દ્રમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો.
Former #SouthKorean President Yoon Suk Yeol returned to jail after a court approved a warrant sought by prosecutors investigating his attempt to impose martial law last year.
The Seoul Central District Court’s decision bolstered the special counsel investigation into… pic.twitter.com/EQG4hsLiam
— DD India (@DDIndialive) July 10, 2025
પહેલી ધરપકડ અને કોર્ટનો નિર્ણય
યુન સુક યેઓલની આ બીજી ધરપકડ છે. જાન્યુઆરીમાં તેમની પહેલી વાર ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કોર્ટે તેમની ધરપકડ રદ કરી હતી. માર્ચમાં, કોર્ટે આ કેસ પર ફરીથી સુનાવણીને મંજૂરી આપી હતી. હવે આ નવા વોરંટ પછી તેમને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.