એક નવી સ્ટડીમાં સામે આવ્યું કે જો ઓફિસમાં તમે એવી જગ્યાએ બેસો છે, જ્યાં પાછળ દિવાલ હોય છે, તો તે માત્ર તમારા માટે નહીં પરંતુ તમારી કંપની માટે પણ ફાયદાકારક છે. સ્ટડી મુજબ આ પ્રકારની સિટિંગ અરેન્જમેન્ટથી કર્મચારીની પ્રોડક્ટિવી વધે છે, જે નિશ્ચિત રીતે કંપની માટે ફાયદાકારક છે. જ્યારે એવા કર્મચારીઓ માટે કામ કરવું મુશ્કેલ થઇ જાય છે, જેમના પાછળ અન્ય કર્મચારીનું ડેસ્ક છે.એક અહેવાલ મુજબ યૂનિવર્સિટી કોલેજ લંડનના શોધકર્તાઓને જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ અથવા પબની જેમ જ લોકો ઓફિસમાં પણ એવા જ ડેસ્ક પર બેસવાનું પસંદ કરે છે, જેની પાછળ દિવાલ હોય. આમ બોસની નજરથી બચવા માટે નહીં પરંતુ પોતાને કમ્ફર્ટેબલ પોઝિશનમાં રાખવા માટે છે. શોધકર્તાઓએ તેના માટે લંડન ટેક ફર્મના 172 કર્મચારીઓ સાથે વાત કરી, જે એક મોટી ઓપન-પ્લાન ઓફિસમાં કામ કરે છે.
શોધકર્તાઓએ કર્મચારીઓથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, પોતાની ટીમ, સંપ અને ઉત્પાદક જેવા ફેક્ટરના આધારે પોતાના કાર્યસ્થળ સંતુષ્ટિને રેટ આપવા માટે કહ્યું. પ્રમુખ શોધકર્તા ડો. કર્સ્ટિન સૈલરે જણાવ્યું કે યૂકેમાં ઓપન-પ્લાન ઓફિસ ખૂબ જ સામાન્ય છે. જોકે આવા વર્કપ્લેસમમાં કામ કરવું લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. તેમણે જણાવ્યું કે એવા કર્મચારીઓ માટે પણ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિય કરવું મુશ્કેલ હોય છે, જેમની સામે બીજા કર્મચારી કામ કરી રહ્યા હોય. લંડનના મોટાભાગના ઓફિસમાં સિટિંગ અરેજમેન્ટ એવું હોય છે કે એક કર્મચારી તેના ડેસ્કથી 66 અન્યને જોઇ શકે છે. ડો. કર્સ્ટિન મુજબ સર્વેમાં સામેલ મોટાભાગના કર્મચારીઓની ફરિયાદ કરી. સાથે જ એવા કર્માચારીઓએ પણ પ્રોડક્ટિવિટી પ્રભાવિત થવાની વાત કહી, જેમની પાછળ બીજા કર્મચારી છે.