કાળા સમુદ્રમાં ધાક જમાવવા માગતા અમેરિકાને રશિયાએ જડબાતોડ જવાબ આવ્યો છે. રશિયાની હવાઈ સીમામાં અમેરિકાનું બોઈગ પી-8 પોસાઈડન ઘૂસતાની સાથે રશિયા એરફોર્સ હરકતમાં આવી હતી. ત્યારે જોઈએ કાળા સમુદ્રમાં કોણ કોના પર ભારે પડ્યુ?રશિયાનું સુખોઈ એસયૂ-30 એસએમ યુદ્ધ વિમાન.. જેની ગર્જનાથી અમેરિકાના સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન બોઈગ પી-8 પોસાઈડનને કાળા સમુદ્રમાંથી બહાર જવાની નોબત આવી છે. અમેરિકાનું સર્વેલાન્સ વિમાન બોઈગ પી-8 પોસાઈડન જ્યારે કાળા સમુદ્ર પરથી પસાર થયુ ત્યારે તેનો પીછો રશિયાના સુખોઈ એસયૂ-30 એસએમ દ્વારા કરવામાંઆવ્યો. કેમ કે, અમેરિકાનું આ વિમાન ગેરકાયદેસર રીતે રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતુ. સમગ્ર ઘટના બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 6 જુલાઈના રોજ અમેરિકાનું વિમાન રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યુ હતુ. તેને રોકવા માટે રશિયાની વાયુસેના સજ્જ બની હતી. અમેરિકાનું આ વિમાન સબમરીન માટે કાળ માનવામાં આવે છે. બોઈગ પી-8 પોસાઈડન એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેરને અંજામ આપી શકે છે. અમેરિકા બોઈગ પી-8 પોસાઈડનને લાંબી દૂરી માટે ઉપયોગમાં લઈ રહ્યુ છે. બોઈગ પી-8 પોસાઈડન 907 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે. જે રડાથી લેસ અને તમામ પ્રકારના જોખમનો સામનો કરવામાં સક્ષમ છે. બોઈગ પી-8 પોસાઈડનમાં ખતરનાક હારપૂન બ્લોક- મિલાઈલ અને એમકે-54 જેવા હથિયાર સામેલ છે.બોઈગ પી-8 પોસાઈડનમાં રોકેટ અને ગોળાબારૂદનું વહન કરવામાં આવે છે. જે ગંભીર સ્થિતિમાં દુશ્મન દેશની સબમરીનનો ખાતમો બોલાવી શકે છે. બોઈગ પી-8 પોસાઈડનને અમેરિકાની બોઈગ કંપનીએ બનાવ્યુ છે. બોઈંગે 2005માં પહેલી વખત પોસાઈડન-8એ એરક્રાફ્ટની ડિઝાઈન જાહેર કરી હતી. જે બાદ 117 બોઈગ પી-8 પોસાઈડનને અમેરિકન નેવીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેથી અમેરિકન નેવીની તાકાતમાં બમણો વધારો પણ થયો છે.
