આજે સવારે પાકિસ્તાન (Pakistan)ના કરાચીમાં સ્ટોક એક્સચેંજ (Stock Exchange)પર હુમલો આતંકી હુમલો (terror attack) થયો છે. સમાચાર મુજબ હુમલો કરનાર ચાર આતંકવાદીઓ હતા, જે તમામ માર્યા ગયા છે, એમ પાકિસ્તાનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં અન્ય બે લોકો પણ માર્યા ગયા છે. કરાચીના પોલીસ વડા ગુલામ નબી મેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ ઉચ્ચ મકાનના સુરક્ષા ક્ષેત્રમાં આવેલી ઇમારત પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા ખાનગી બેંકોની મુખ્ય કચેરીઓ પણ છે. તેમણે આગળ કહ્યુ કે, ચાર હુમલાખોરો માર્યા ગયા છે, તેઓ સિલ્વર કોરોલા કારમાં આવ્યા હતા.
કોઈ આતંકી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ (પીએસએક્સ) એ ટ્વીટ કર્યું હતું કે, ‘પરિસ્થિતિ હજી પણ ખુલી રહી છે.પીએસએક્સના કમ્પાઉન્ડ પર આજે હુમલો થયો હતો. પરિસ્થિતિ વિશે હજી અમે પણ નિરીક્ષણ કરી રહ્યા છે. અને સુરક્ષા દળોની મદદથી સલામતીનું સંચાલન કરી રહ્યા છીએ અને પરિસ્થિતિને કાબૂમાં કરી રહી છે.’ 4 ગનમેન, 3 સિક્યુરિટી ગાર્ડ, એક પોલીસ અધિકારી અને એક નાગરિક સહિત 10 ની હત્યા કરાઈ.