Thailand: થાઈલેન્ડના PM શિનાવાત્રા સસ્પેન્ડ: હુન સેન સાથેની લીક કોલ વિવાદનું કારણ
Thailand: થાઈલેન્ડની મહિલા વડાપ્રધાન પટોંગટોર્ન શિનાવાત્રા હાલ તાત્કાલિકપણે પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કારણ છે તેમની લીક થયેલી એક ફોનકોલ, જેમાંથી મોટો રાજકીય વિવાદ થયો છે. આ ફોનકોલમાં તેમણે કંબોડિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન હુન સેન સાથે વાતચીત કરી, જેમાં તેમણે સેનાની ટીકા કરી અને તેમને ‘કાકા’ કહીને સંબોધ્યાં હતા. આ વાતચીત પબ્લિક થઈ ગઇ અને પરિણામે થાઈલેન્ડની રાજકીય સ્થિતિ નબળી પડી.
વિવાદ કઈ રીતે શરૂ થયો?
15 જૂનના રોજ થયેલી આ ફોનકોલમાં, પટોંગટોર્નએ હુન સેન સાથેની વાતચીતમાં થાઈ સેનાના ટોચના કમાન્ડર વિશે નારાજગી વ્યક્ત કરી હતી. આ વાતચીતનું ઓડિયો લીક થતા ફુલો મામલો બની ગયો અને એણે માત્ર રાજકીય વિવાદ જ નહીં, પણ તેમની ગઠબંધન સરકાર માટે પણ મોટી મુશ્કેલી ઉભી કરી.
શા માટે આ ટિપ્પણી મોંઘી પડી?
થાઈલેન્ડમાં સેનાની સત્તા અને પ્રભાવ ખૂબ મજબૂત છે. વડાપ્રધાનની સેના વિશેની ટિપ્પણીને સેનાએ અને વિપક્ષએ ગંભીરતાથી લીધું. લીક થયા બાદ રાજકીય દબાણ વધ્યો અને સરકારમાંથી કેટલાક પાર્ટી મેમ્બરો પણ પડકારવા લાગ્યા. આથી પટોંગટોર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની બંધારણીય અદાલતે 7-2 ના મતથી પદ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો.
હુન સેન કોણ છે?
હુન સેન કંબોડિયાના સૌથી વધુ પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. તેઓ 1985 થી 1993 અને પછી 1998 થી 2023 સુધી દેશના વડા પ્રધાન રહ્યા. હાલમાં તેમણે સત્તા પોતાના પુત્ર હુન માનેતને સોંપી છે, પરંતુ હુન સેન હજુ પણ પાર્ટીના વડા અને સેનેટના પ્રમુખ છે.
હવે શું થશે?
હવે નાયબ વડા પ્રધાન સુર્યા જંગરુનરુઆંગકિટને કાર્યકારી વડાપ્રધાન બનાવવાનો સંભવ છે, જો કે આની પુષ્ટિ થઈ નથી. પટોંગટોર્ને કહ્યું છે કે તેઓ કોર્ટના આદેશનું પાલન કરશે, પરંતુ પોતાની કામગીરીમાં અવરોધ નહીં લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
પટોંગટોર્ન શિનાવાત્રા, પૂર્વ વડા પ્રધાન થાક્સિન શિનાવાત્રાની પુત્રી છે. 2006માં થાક્સિનને લશ્કરી કૂ દ્વારા દૂર કરવામાં આવ્યા બાદ, પરિવાર રાજકીય વિવાદોમાં સઘન રહ્યો છે. પટોંગટોર્નની સરકાર પણ શરૂથી સેનાના અને રુઢિવાદી ગઠબંધનોના પ્રતિકારનો સામનો કરી રહી છે.