કોરોનાના સંક્રમણના સૌથી વધુ કેસ ધરાવતા અમેરિકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કોરોના સંક્રમિત એક દર્દીને હોસ્પિટલે 11 લાખ ડૉલર (આશરે 8.14 કરોડ રૂપિયા)નું બિલ પકડાવ્યુ છે. માઇકલ ફ્લોર નામના વ્યક્તિનું ઇશાક સ્થિત સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં સારવાર ચાલતી હતી, તેની 62 દિવસ સુધી સારવાર ચાલી હતી અને બિલ મામલે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જોકે, સરકાર રાહત આપી શકે
માઇકલ ફ્લોર બીમારીને કારણે એટલો નબળો પડી ગયો હતો કે તેની પત્ની અને બાળક પણ તેના સ્વસ્થ થવાની આશા છોડી ચુક્યા હતા. ફ્લોરે જણાવ્યુ કે તેની સારવારના બદલામાં 11 લાખ ડોલરનું બિલ આપવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ફ્લોરે સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 62 દિવસ કોરોના વાયરસ સામે લડાઇ લડી હતી અને હોસ્પિટલમાં સૌથી લાંબા સમય સુધી સારવાર કરાવનાર દર્દી બન્યો હતો.