તમે ઘણી બધી હોટલમાં ગયા હશો, પરંતુ કોઈ એવી હોટલ હોય જે નદી પર તરતી રહે તો વિચારો કેવો સુંદર નજારો રહેશે. લોકોની આ ઈચ્છાને પુરી કરવા માટે સ્વીડનનાં લેપલેન્ડ ક્ષેત્રમાં હોટલ અને સ્પા ધ આર્કટિક બાથ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

લ્યૂલ નદી પર બની રહેલી આ હોટલમાં રહેવા માટે લોકો અત્યારથી જ ઉત્સુક છે. લોકોમાં હોટલમાં રોકાવા માટેનો ક્રેઝ એટલી હદ સુધી છેકે, વર્ષ 2020 અને 2021 માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયુ છે.

લ્યૂલ નદી પર બની રહેલી આ હોટલ અને સ્પા ધ આર્કટિક બાથમાં રોકાવા માટે એક દિવસનું ભાડુ લગભગ 815 પાઉન્ડ હશે. ભારતીય રૂપિયામાં આ હોટલનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા હશે.

આ હોટલની ખાસ વાત એ છેકે, ગરમીના દિવસોમાં આ હોટલ લ્યૂલ નદીમાં તરતી દેખાશે, જ્યારે ઠંડીની સિઝનમાં આ નદીમાં જામી જશે. વાસ્તવમાં લ્યૂલ નદી ઠંડીમાં જામી જાય છે એટલે એવામાં નદીમાં તરતી હોટલ પણ જામી જશે.

આ હોટલની ખાસ વાત એ છેકે, તેમાં બનાવેલું સ્પા સેન્ટર વેલનેસ થીમ પર આધારિત છે. અહીં ગ્રાહકોના ન્યૂટ્રિશન, કસરત અને મનની શાંતિ માટે વિશેષ થેરેપી આપવામાં આવશે.