નોર્વેની 2000 ફુટ ઉંચી પહાડી પ્રીકેસ્ટોલનમાં એક હોટલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ નોર્વેમાં સ્થિત આ પહાડી પર ખૂબ પ્રવાસીઓ આવે છે. પર્યટકોની વધતી સંખ્યાને જોઇને આ હોટલને ખૂબ જ જલદી તૈયાર કરવામાં આવશે.

આ હોટલને ટેકરી કાપીને ડિઝાઇન કરવામાં આવશે જે પ્રવાસીઓને આકર્ષિત કરશે. આ હોટલ વિશેની સૌથી અગત્યની બાબત છે સ્વીમિંગ પૂલ. આ સ્વીમિંગ પૂલ વિશે ખાસ વાત એ છે કે તે ગ્લાસથી બનાવવામાં આવશે અને હવામાં લટકી જશે. હોટેલની આ ડિઝાઇન તુર્કીના આર્કિટેક્ચરલ સ્ટૂડિયો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ હોટલની ખાસ વિશેષતા એ છે કે તે ટેકરીને કાપીને તૈયાર કરવામાં આવશે અને તે ચાર માળની હશે. આ હોટલના પાંચમા માળેથી ટેકરીનો સંપૂર્ણ દૃશ્ય જોઈ શકશે. સૌથી નીચેના ફ્લોર પર પ્રવાસીઓને આરામ કરવા માટે ડેક અને સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવશે.

ઇસ્તંબુલના હયારી અતાક સ્ટૂડિયોએ આ ડિઝાઇન તૈયાર કરી છે. અત્યાર સુધી આ હોટેલને તૈયાર કરવા માટે નોર્વે સરકાર તરફથી મંજૂરી મળી શખી નથી, પરંતુ સ્ટૂડિયોએ દાવો કર્યો છે કે આ પ્રકારની હોટલ અને સ્વીમિંગ પૂલ દુનિયામાં કોઇ જગ્યાએ ડિઝાઇન કરવામાં આવી નથી.

આ પહેલા જૂન મહિનામાં લંડનમાં એક ગગનચુંબી ઇમારતના 55 માં માળે સ્વીમિંગ પૂલની ડિઝાઇન જોવા મળી હતી. તેનું નામ ઇનફિનટી લંડન નામ આપવામાં આવ્યું હતું. ડિઝાઇનર કંપનીએ દાવો કર્યો હતો કે સ્વીમિંગ પૂલથી લંડનનો 360 ° નજરો જોવા મળશે.