અમેરિકામાં વડું મથક ધરાવનારી ટેક્સી એગ્રીગેટર કંપની ઉબરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોવાનું કહેવાય છે. ખુદ અમેરિકામાં એની ખોટના આંકડા પરીકથાની રાજકુમારીની જેમ વધી રહ્યા હતા.
કંપનીએ પોતાના પ્રોડક્ટ એન્ડ એંજિનિયરીંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવા માંડી હોવાની માહિતી મળી હતી. આવા ઓછામાં ઓછા 435 કર્મચારીની છટણી કરવામાં આવી હતી.
અત્રે એ યાદ રહે કે તાજેતરમાં ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ઓલા ઉબર જેવી ટેક્સી કંપનીઓને કારણે ભારતમાં મોટર કારના વેચાણમાં ઘટાડો થયો હતો.
આ વખતની છટણી અંગે બોલતાં ઉબરના પ્રવક્તાએ કહ્યું કે આ વાત સાચી છે. અમે પ્રોડક્શન અને એંજિનિયરીંગ વિભાગના 435 માણસોની છટણી કરી હતી. જો કે ભવિષ્યમાં અમારી આર્થિક સ્થિતિ ફરી સુધરશે એવી અમને આશા છે.