દુનિયાભર માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને વિશ્વ માં કોરોના ના કેસ સાત લાખ નો આંકડો પાર કરી લીધો છે,અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણ થી અંદાજે બે લાખ લોકોના મોતનું જોખમ ઉભું થયું છે. નેપાળમાં ધીમી શરૂઆત સાથે કોરોના વાઈરસના ચાર કેસ નોંધાયા છે. જેને લઇને નેપાળમાં પોલીસ નિયમ તોડનારા લોકો ની લાંબી સાણસી જેવા સાધન થી તેમની ધરપકડ કરી રહી છે.વિશ્વમાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છેજ્યારે મૃત્યુઆંક પણ 33,000થી વધીને33,215 થઈ ગયો છે. 1,49,219 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ મોત 29 ફેબ્રુઆરીના રોજ થયું હતું. જ્યાર બાદ ગત બુધવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1000 પર પહોંચ્યો હતો. પરંતુ માત્ર બેદિવસમાં કોરોનાને કારણે મૃત્યુઆંક બેવડાઇને 2000ને પાર કરી ગયો છે. સાથે જ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેનેક્ટિકમાં લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ન કરવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 9,315 વધીને 1,32,893પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 136 વધી 2357થઈ ગયો છે.ન્યૂયોર્કમાં સૌથી વધારે 782ના મોત થયા છે, અહીં 52 હજાર પોઝિટિવ કેસ છે.
સ્પેનમાં વધુ 624 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,606 થયો છે જયારે
ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ એક લાખ નજીક પહોંચ્યા છે, ઈટાલીમાં વધુ 756 લોકોના મોત થતા કુલ મૃત્યુઆક 10779 થયો છે. સ્પેનમાં વધુ 624 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,606 થયો છે. કુલ સંક્રમિતોમાં 5,564 વધીને 78,799 થયા છે. જર્મનીમાં વધુ 49 લોકોના મોત થતા 482 આંક પહોંચ્યો છે. કુલ સંક્રમિતો2,964 વધી 60,659 થયા છે. ઈરાનમાં 2,901 નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,309 થઈ છે. જ્યારે 123 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2640 થયો છે. યુકેમાં 2,433 નવા કેસ આવતા કુલ સંક્રમિતોનો આંકડો 19,522 થયો છે. 209 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,228 થયો છે. નેધર્લેન્ડ, બેલ્જિયમ, તુર્કી, સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંક્રમિતો તથા મૃતકોનો આંક ચિંતાજનકસ્તરે વધ્યો છે. અમેરિકામાં ન્યૂ યોર્કમાં સૌથી વધારે 792 લોકોના મોત થયા છે. આમ કોરોના નો કહેર યુરોપમાં હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ ની સામે ખૂબ ઓછા લોકો સારા થતા હોવાના અહેવાલ મળી રહયા છે. ભારત માં હાલ લોકડાઉન સ્થિતિ માં કોરોના સામે લડવાનું અભિયાન ચાલી રહ્યું છે તેમછતાં ધીમી ગતિએ સંક્રમણ ની સંખ્યા વધતી હોવાનું તારણ છે.
