US: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, અમેરિકાએ ભારતના સમર્થનમાં આપ્યું મોટું નિવેદન
US: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ નિયંત્રણ રેખા (LoC) પર પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે, જેના કારણે વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારતીય સેના પણ સંપૂર્ણ સતર્કતા સાથે પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને કોઈપણ બદલો લેવા માટે તૈયાર છે.
US: આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, અમેરિકાએ ફરી એકવાર ભારતને પોતાનો ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે સ્પષ્ટ કર્યું કે અમેરિકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉભું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને સાથે નિયમિત રીતે વાતચીત કરી રહ્યું છે.
ટેમી બ્રુસે માહિતી આપી હતી કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહબાઝ શરીફ સાથે અલગથી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, તેમણે બંને દેશોને સંયમ રાખવા અને તણાવ ન વધારવા અપીલ કરી. અમેરિકા માને છે કે દક્ષિણ એશિયામાં સ્થિરતા મહત્વપૂર્ણ છે અને કોઈપણ મોટો સંઘર્ષ સમગ્ર પ્રદેશને અસ્થિર કરી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાનો સંપૂર્ણ ટેકો છે અને બંને દેશો વચ્ચેની મજબૂત ભાગીદારીને આગળ વધારવામાં આવશે. અમેરિકા ભારત અને પાકિસ્તાન બંનેને શાંતિ માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરતું રહેશે.
Watch: On EAM S. Jaishankar’s call with U.S. Secretary of State Marco Rubio, U.S. Department of State Spokesperson Tammy Bruce says, "..Yesterday, for those of you who were unaware of this, the secretary spoke with Indian External Affairs Minister, Jaishankar and Pakistani Prime… pic.twitter.com/xS1xf6lSel
— IANS (@ians_india) May 1, 2025
જોકે, LoC પર પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. સરહદ પર ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી અને ભારતીય સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારત દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.